ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બાલવાટિકાનાં ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બાલવાટિકાઓનાં ભૂલકાઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ કન્યાશાળા બ્રાન્ચ નંબર-૧ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો હતો. સંસ્થાનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડાની અધ્યક્ષતામાં યોજાયેલ સદર કાર્યક્રમમાં ભૂલકાઓને સ્કૂલબેગ, ડ્રોઈંગ બુક, નોટબુક, કલર બોક્ષ તથા કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યાં હતાં. પ્રારંભે શાળાનાં શિક્ષક ગજેન્દ્ર પટેલે સૌને આવકાર્યા હતાં. અંતે આભારવિધિ મુખ્યશિક્ષક પ્રશાંત પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન દિનિયાવાલાએ સંભાર્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *