વ્યારા નગરપાલિકાની ત્વરિત કામગીરીથી વ્યારાના પ્રહિલભાઈનો પ્રશ્ન ત્વરિત ઉકેલાયો
સેવાસેતુ કાર્યક્રમ 11મો તબક્કો – તાપી જિલ્લો
—
વ્યારાના અરજદારે સેવાસેતુના સુવ્યવસ્થિત આયોજન બદલ તંત્રનો આભાર માન્યો
—
સેવાસેતુના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવતું તાપી તંત્ર
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17 :- રાજ્ય સરકારના ‘સેવાસેતુ 2.0’ કાર્યક્રમનો મુખ્ય આશય નાગરિકોના વહીવટી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનો છે. તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે યોજાયેલા સેવાસેતુ શિબિરમાં આ હેતુ સાર્થક થતો જોવા મળ્યો હતો, જ્યાં અરજદાર પ્રહિલભાઈ જયેશભાઈ બંગાળના જન્મના દાખલામાં રહેલી ક્ષતિનો વહીવટી તંત્ર દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવાસેતુ શિબિરમાં વ્યારાના પ્રહિલભાઈએ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂઆત કરતાની સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓએ સક્રિયતા દાખવી કોઈ પણ બિનજરૂરી વિલંબ વગર, સ્થળ પર જ ડેટા વેરિફિકેશન કરી તેમને સુધારેલો જન્મનો દાખલો એનાયત કરવામાં આવ્યો હતો.
આ ત્વરિત સુધારા બાદ પોતાનો પ્રતિભાવ આપતા પ્રહિલભાઈ બંગાળે વહીવટી આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા વ્યારા તથા વહીવટી તંત્રના સચોટ આયોજનના કારણે મારા પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવ્યો છે. મારે ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અરજી સ્વીકારવાથી લઈને સુધારેલો દાખલો આપવા સુધીની પ્રક્રિયા અત્યંત ઝડપી રહી છે. પ્રજાના કામો માટે તંત્ર આ રીતે સજ્જ હોય તે ખરેખર સરાહનીય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સેવાસેતુ જેવા કાર્યક્રમોને કારણે સામાન્ય નાગરિકોનો સમય અને શક્તિ બચે છે. આ સુવિધા બદલ તેમણે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુના માધ્યમથી માત્ર દાખલાઓ જ નહીં, પરંતુ રેશનકાર્ડ, આધાર અને અન્ય નાગરિક સેવાઓનો પણ સ્થળ પર નિકાલ લાવીને ‘ગુડ ગવર્નન્સ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
