વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત ‘સેવાસેતુ ૨.૦’ કાર્યક્રમમાં ૧૫૯૮ અરજીઓનો સુખદ નિકાલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17 :- નાગરિકોના પ્રશ્નોના ઘરઆંગણે અને ત્વરિત નિરાકરણ લાવવાના ઉમદા આશય સાથે મંગળવારે વ્યારા નગરપાલિકા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ‘સેવાસેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૧૫૯૮ જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જે તમામનો હકારાત્મક અભિગમ સાથે નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વ્યારા શહેરના તમામ વોર્ડને આવરી લેવામાં આવ્યા હતા. વ્યારાના તમામ વોર્ડના નાગરિકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો, જ્યાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કેમ્પ દ્વારા લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હ
નાગરિકોના વિવિધ પ્રશ્નો, વ્યક્તિગત મુંઝવણો અને સરકારી યોજનાઓલક્ષી રજૂઆતોનું સ્થળ પર જ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
