ધોરણ-૧૨ સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના કુલ 3630 વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ અને જીવવિજ્ઞાનની પરીક્ષા આપી હતી

Contact News Publisher

તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 16 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 18/03/2026 તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 16/03/2026 દરમિયાન આયોજિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા. 16/03/2026 ના રોજ યોજાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં kgn 2672 વિદ્યાર્થીઓએ સંસ્કૃતની પરીક્ષા આપી હતી. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના કુલ 958 વિદ્યાર્થીઓએ જીવવિજ્ઞાનની પરીક્ષા આપી હતી.

આમ, ધોરણ 12 ના બંને પ્રવાહના નોંધાયેલા 3664 વિદ્યાર્થીઓ પૈકી 3630 વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ અને જીવવિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *