બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજિત ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝનાં વિજેતા જાહેર 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષકો માટે વિજ્ઞાન દિવસ અંતર્ગત ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સદર ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ પ્રા. શાળા), દ્વિતીય: કિંજલ પટેલ (રાજનગર પ્રા. શાળા), તૃતિય: જગદીશચંદ્ર પ્રજાપતિ (સાયણ સુગર પ્રા. શાળા). આ તમામ વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *