કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ ગુજરાત સારસ્વત સન્માન એવોર્ડથી સન્માનિત 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં શિક્ષક ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને ‘ગુજરાત સારસ્વત સન્માન-૨૦૨૬’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ રાજ્યસ્તરીય સમારોહ પાલનપુર સ્થિત ધ સ્કૂલ ઓફ સાયન્સનાં કેમ્પસમાં યોજાયો હતો, જેમાં ગુજરાતનાં ટોપ મોસ્ટ શિક્ષકોને પસંદ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર અને વેલી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સદર એવોર્ડ મેળવવા બદલ ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલે અપૂર્વ ગુજ્જર અને સમગ્ર સારસ્વત ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા શિક્ષકોને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ રાજ્યભરમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે પ્રેરણાદાયી બની રહેશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *