પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન આજરોજ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ અને અ.હે.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા સ્ટેશન રોડ ઉપર આવેલ શાકભાજી માર્કેટ ખાતેથી સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- રોશનભાઇ વીરાભાઇ ચૌધરી ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે.જુના રતનીયા ગામ તા.માંડવી જી.સુરતનાને તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. મહાવીરસિંહ નીરૂભા તથા પો.કો. હસમુખભાઇ વીરજીભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
