SSC પરીક્ષામાં 1357 વિદ્યાર્થીઓએ 8 વિવિધ વ્યાવસાયિક વિષયોની પરીક્ષા આપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.14 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત SSC પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ અંતર્ગત તા.14.03.2026 ના રોજ તાપી જિલ્લામાં વિવિધ વ્યાવસાયિક વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

એસએસસી પરીક્ષાના ઝોનલ અધિકારી તરફથી પ્રાપ્ત આંકડા મુજબ બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ, એગ્રીકલ્ચર, ઓટોમોટિવ અને આઈટી સહિતના કુલ 8 વિવિધ વિષયો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 1403 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1357 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ખાસ કરીને ‘એપરલ મેડ અપ એન્ડ હોમ ફર્નિશિંગ’ વિષયમાં સૌથી વધુ 315 વિદ્યાર્થીઓ અને ‘IT/ITES’ વિષયમાં 226 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ‘બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ’ વિષયમાં નોંધાયેલા તમામ 45 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વિષયવાર વિગતો મુજબ, બ્યુટી એન્ડ વેલનેસ વિષયમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના કુલ 219 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં 180, એગ્રીકલ્ચરમાં 81, ઓટોમોટિવમાં 189 અને પ્લમ્બર વિષયમાં 102 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *