તાપી જીલ્લાના પત્રકારોની ‘ચાય પે ચર્ચા’ : પત્રકારોની દશા અને દિશા અંગે ચર્ચા કરી આગળની રણનીતિ ઘડાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા ખાતે આવેલ સર્કિટ હાઉસમાં તાપી જીલ્લાના પત્રકારોઍ ‘ચાય પે ચર્ચા’ કરી પત્રકારોની દશા અને દિશા અંગે ચર્ચા કરી આગળની રણનીતિ ઘડી કાઢી છે.
આજરોજ તાપી જિલ્લાનાં વ્યારા ખાતેના રેસ્ટ હાઉસમાં પત્રકારોની “ચાય પે ચર્ચા ” બાબતે એક મિટિંગ તાપી જિલ્લા પ્રમુખશ્રી વિશ્વાસભાઈ દેસલેના અદયક્ષસ્થાને યોજાય હતી, જેમાં ગુજરાત પત્રકાર એકતા સંગઠનના દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી એસ.વાય. ભદોરીયા તથા સહ પ્રભારીશ્રી હરજીભાઈએ ઉપસ્થિ તી નોંધવી હતી. “ચાય પે ચર્ચા “ની બેેેઠકમા તાપી જિલ્લા પ્રમુખશ્રી વિશ્વાસભાઈ દેસલેએ કોરોના કાળમાં પત્રકાર મિત્રોની સતત સારી કામગીરીને બિરદાવી સૌને શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ જીલ્લાના સ્થાનિક ધારાસભ્યો તથા સંસાદશ્રીઓને આવેદન આપવા બાબતે તેમજ સાંસદશ્રી ફોન ઉચકતા ના હોય તેની પણ ચર્ચા કરાઇ હતી. સંગઠન દ્વારા સોનગઢ નગરમાં કોરોના માટે હોમિયોપોથીની દવા વિતરણ કરવામાં આવે એવી ચર્ચા કરી હતી.