ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના સે. પ્રેક્ટીસ અને વિજ્ઞાન પ્રવાહના સંસ્કૃત વિષયમાં કુલ 1307 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 18/03/2026 તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 16/03/2026 દરમિયાન આયોજિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા. 12/03/2026 ના પ્રાપ્ત માહિતી મુજબ સે. પ્રેક્ટીસ વિષયમાં સામાન્ય પ્રવાહ હેઠળ ગુજરાતી માધ્યમમાં 505 પરીક્ષાર્થીઓમાં થી 501 વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 29માંથી તમામ 29 વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. આમ કુલ 534 પરીક્ષાર્થીઓ માંથી 530 વિદ્યાર્થીઓ હાજર અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તે જ રીતે વિજ્ઞાન પ્રવાહ હેઠળના સંસ્કૃત વિષયમાં ગુજરાતી માધ્યમમાં 777માંથી 775 વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 2માંથી 2 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ કુલ 779 પરીક્ષાર્થીઓમાંથી 777 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ રીતે વ્યારા (તાપી) ઝોન-44 હેઠળ બંને વિષયોમાં મળીને કુલ 1313 પરીક્ષાર્થીઓ માંથી કુલ 1307 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જ્યારે 6 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
