વ્યારાનાં તળાવની પાળ ઉપર વિચિત્ર અકરમાતનો બનાવ !!
( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે આવેલ તળાવની પાળ ઉપર સાંજના સમયે એક ફોર વ્હીલ ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી ત્રણ – ચાર મોટરસાયકલ ને અકસમાત કરી પાળ ઉપર બેસેલા કેટલાક વ્યકિતઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી જોકે સુરતનાં આ ફોર વ્હીલ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે .
ઘટના એમ બની હતી કે , સાંજના સમયે વ્યારા નગરમાં આવેલ ગાયત્રી મંદિર પાસેનાં શ્રીરામ તળાવનાં ગેટની સામે બનાવેલ પાળી ઉપર નેવિલકુમાર વિજયભાઈ પારેખ તેમજ તેમના પત્ની તૃપ્તિ સાથે નિત્યક્રમ મુજબ બેસેલા હતાં ત્યાંથી અંદાજે 7 વાગ્યાના અરસામાં તેઓએ ઘરે જવા માટે જેવી પોતાની હોડા સાઈન મોટર સાયકલ ઉપર બેસવાની તૈયારી કરી હતી ત્યારે મારૂતિ સુઝુકી કંપનીની રીટ્ત્ઝ ફોર વ્હીલ ગાડી નં . જી.જે. – ૫- સી.એસ. 6612નો ચાલક આબીદ ઉમર બારડોલીવાલા ( રહે . વરિયાવી બજાર , સુરત ) એ પોતાની ગાડી પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવી લાવીને હોન્ડા મોટર સાયકલને ઠોકર મારી પતિ – પત્નીને ગાડી ઉપરથી નીચે પાડી નાખી શરીરે નાની મોટી ઈજાઓ તેમજ ખભે ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી તેમજ ત્યાં મુકેલ અન્ય પ્લેઝર મો.સા.નં. જી.જે. ૧૯ – કયુ -9709ને એકસીડન્ટ કરી પ્લેઝર મો.સા.ના ચાલકને શરીરે ઈજા કરી તેમજ હોન્ડા એવીયેટર મો.સા.નં. જી.જે .૧૯ – આર -૧૪૬૫ ને એકસીડન્ટ કરી મો.સા.માં નુકસાન કરી ગુનો કર્યો હતો . જે અંગે વ્યારા પોલીસે ઈ.પી.કો. કલમ – 279,337,338 તથા એમ.વી. એકટ કલમ -૧૦૭,૧૮૪ મુજબ ગુનો નોંધી રીઝ ફોર વ્હીલના ચાલક આબીદ ઉમર બારડોલીવાલા ( રહે . વરિયાવી બજાર , સુરત ) ની આજે તા. ૧૫ મીનાં રોજ ૧ કલાકે અટકાયત કરી હતી .
ગુનાની તપાસ વ્યારા પોલીસ સ્ટેશનનાં અ.હે.કો. દિનેશભાઈ સુપડીયાભાઈ કરી રહયાં છે.