ધોરણ-૧૨ સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના કુલ 3500 વિદ્યાર્થીઓએ હિન્દી અને કોમ્પ્યુટરની પરીક્ષા આપી
તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 18/03/2026 તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 16/03/2026 દરમિયાન આયોજિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા. 11/03/2026 ના રોજ યોજાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના નોંધાયેલા 3196 પૈકી 3150 વિદ્યાર્થીઓએ હિન્દીની પરીક્ષા આપી હતી. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના ગુજરાતી માધ્યમના કુલ 224 અને અંગ્રેજી માધ્યમના કુલ 126 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપી હતી.
આમ, કુલ ધોરણ 12 ના બંને પ્રવાહના નોંધાયેલા 3547 વિદ્યાર્થીઓ પૈકી 3500 વિદ્યાર્થીઓએ હિન્દી અને કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપી હતી.
000
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
