તાપી જિલ્લામાં મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 11 :- તાપી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાવલંબન માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવાના ઉમદા આશય સાથે ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડે, વ્હાલી દીકરી યોજના, બેટી બચાવો-બેટી પઢાવો એક્ટિવિટી કેલેન્ડર અને કામગીરી, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરના કામગીરીની સમીક્ષા કરી હતી.
નોંધનીય છે કે, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલે મહિલાલક્ષી વિવિધ યોજના-સહાય, કામગીરી અને ભાવિ આયોજનનો ચિતાર શ્રી બોરડ સમક્ષ રજૂ કર્યો હતો. જે કામગીરીને બિરાદાવી સતત અને સક્રિયપણે કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા પ્રોત્સાહિત કરીને કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
