તાપી જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૪૮૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી
અંગ્રેજી વિષયમાં ૧૫૬ વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા હાજરી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10. :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. ૨૬/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૩/૨૦૨૬ દરમિયાન આયોજિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એચ.એસ.સી. સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા. ૧૦/૦૩/૨૦૨૬ ના રોજ યોજાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોંધાયેલા ૪૯૪૩ પૈકી ૪૮૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી (F.L.) ની પરીક્ષા આપી હતી. આ ઉપરાંત, ૧૫૬ વિદ્યાર્થીઓએ અંગ્રેજી (F.L.) વિષયની પરીક્ષા આપી હતી.
કુલ ૫૦૯૯ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી કુલ ૫૦૪૯ વિદ્યાર્થીઓએ ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી, જ્યારે કુલ ૫૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
