ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વ્યારા ખાતે ‘મહિલા સંમેલન’નું ભવ્ય આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 09. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રામિલાબેનના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ મંગળવાર, તા. ૧૦/૦૩/૨૦૨૬ ના સવારે ૧૦:૩૦ કલાકે ભવ્ય ‘મહિલા સંમેલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે વધુ સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ રીતેષભાઈ ઉપાધ્યા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામા આવ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
