તાપી જિલ્લામાં ધોરણ-૧૨ ની પરીક્ષા : સામાન્ય પ્રવાહમાં ૭૭૭ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૮ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ધોરણ-૧૨ (HSC) ની પરીક્ષા અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા HSC જનરલ-સાયન્સ સ્ટ્રીમના ઝોનલ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૯-૦૩-૨૦૨૬ ના રોજ ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષય માટે વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર અને ડોલવણ સહિતના કેન્દ્રો પર કુલ ૭૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વધુમાં, વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષા વ્યારા કેન્દ્રની વિવિધ શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ ૨૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *