હ્યુંડાઇ ક્રેટા કારમાં વિદેશી દારુની હેરાફેરી કરતા દારુનાં જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “ સોનગઢ ફાટા ત્રણ રસ્તા તરફથી એક સફેદ કલરની ક્રેટા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-JM-1191 નીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે ” જે બાતમી આધારે હિંદલા થી સોનગઢ તરફ જવાના રોડ ઉપર જામખડી ગામની સીમમાં સ્વામીનારાયણ મંદિરની સામે સોનગઢ ખાતે નાકાબંધીમાં રહી હિંદલા તરફથી બાતમી હકીકતવાળી સફેદ કલરની ક્રેટા ગાડી આવતા તેને રોકી ક્રેટામા ચેક કરતા ક્રેટાની ડીકીમા તથા પાછળની સીટના ભાગે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી- (૧) આરીફ યુનુસભાઇ મલેક ઉ.વ.૨૭ રહે.ખાડી ફળીયુ કુંભારીયા ગામ બોમ્બે માર્કેટ તા.ચોર્યાસી જી.સુરત (૨) પરવેશ સુરેશભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. વાંકાનેદા ગામ, હળપતિ નિવાસ તા.પલસાણા જી.સુરતએ પોતાના કબજાની સફેદ કલરની હ્યુંડાઇ ક્રેટા નં. GJ-06-JM-1191 કિં.રૂ! ૫,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૬૭ માં સીલબંધ કુલ બોટલો/ટીન નંગ-૨૬૬૪ જેની કુલ કિં.રૂ.૭,૨૬,૧૪૪/-નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૨, આશરે કિં.રૂ ૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ ૧૨,૩૬,૧૪૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) આરીફ યુનુસભાઇ મલેક ઉ.વ.૨૭ રહે.ખાડી ફળીયુ કુંભારીયા ગામ બોમ્બે માર્કેટ તા.ચોર્યાસી જી.સુરત
(૨) પરવેશ સુરેશભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. વાંકાનેદા ગામ, હળપતિ નિવાસ તા.પલસાણા જી.સુરત
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૬૭ માં કુલ બોટલો/ટીન નંગ-૨૬૬૪ જેની કુલ કિં.રૂ.૭,૨૬,૧૪૪/-
(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) હ્યુંડાઇ ક્રેટા કાર કિં.રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૧૨,૩૬,૧૪૪/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહીર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.
