તાપી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
વ્યારા નગરપાલિકાના હોલ ખાતે મંગળવારે ‘મહિલા સંમેલન’ ની ઉજવણી કરાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 07 :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.
આ ઉજવણીના ભાગરૂપે વ્યારા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મંગળવારે, તા.10/03/2026 ના રોજ સવારે 10:30 કલાકે ભવ્ય ‘મહિલા સંમેલન’ કાર્યક્રમ યોજાશે. જેની પૂર્વ તૈયારી, વ્યવસ્થા, દેખરેખ અને વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સંકલન અંગે બેઠકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે વધુ મજબૂત બનાવવાની સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાની સાથે કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું બહુમાન કરવામાં આવશે.
યુએન સંસ્થા દ્વારા દર વર્ષે મહિલાઓના માન-સન્માન, તેમની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને તેમની ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “રાઈટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ” જાહેર કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
