અંકલેશ્વરની કન્યાશાળા બ્રાન્ચ ૧ માં બેન્ચિસ તથા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર ૧ અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્કૂલબેંચ તથા મનિષભાઈ શ્રોફનાં આર્થિક સહયોગથી સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપીન નાયર, દાતા મનિષ શ્રોફ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં રૂપલ ભરવાડા, વિમલ પાઠક, ઓપી સિંગ, પ્રોજેક્ટ ચેર પર્સન ગજેન્દ્ર પટેલ સહિત શિક્ષકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે આભારવિધિ પ્રશાંત પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દક્ષા દિનિયાવાલાએ કર્યુ હતું.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *