તાપી જિલ્લામાં ૮૨૬૬ વિદ્યાર્થીઓએ ધો.-૧૦ બેસિક મેથ્સની પરીક્ષા આપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૬ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા. ૨૬-૦૨-૨૦૨૬થી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા SSC પરીક્ષાના ઝોનલ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૬-૦૩-૨૦૨૬ના રોજ ધોરણ-૧૦ના બેસિક મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતી માધ્યમના કુલ ૮૦૯૭ વિદ્યાર્થીઓમાંથી ૭૮૩૭ વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમના ૪૧૩માંથી ૪૦૮ વિદ્યાર્થીઓ અને મરાઠી માધ્યમના ૨૫માંથી ૨૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.

આ રીતે કુલ ૮૫૩૫ વિદ્યાર્થીઓમાંથી ૮૨૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *