માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે દુકાન હટાવવા પ્રશ્ને એક જ કોમના બે જૂથો સામ સામે : પોલીસે મામલો થાળે પાડ્યો
બે દિવસમાં બિનઅધિકૃત દુકાન દૂર કરવા પોલીસની સૂચના
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે સરકારી જગ્યામાં ઉભી કરી દેવામાં આવેલી એક દુકાન કે જેમાં રેસ્ટોરન્ટ ચાલે છે. આ રેસ્ટોન્ટનું બાધકામનું દબાણ દૂર કરવા ગામનું એક જૂથની રજુઆત કો બીજી તરફ બીજું જૂથ દબાણ દૂર ન કરવાની તરફેણમાં છે આ પ્રશ્ને એકજ કોમનાં આ બે જુથો સામ સામે આવી જતાં, એક તબક્કે ગામનું વાતાવરણ તંગ બની જતાં, આ અંગેની જાણ કોઈ કે માંગરોળ પોલીસ મથકે કરતાં , માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી પોલીસ સ્ટાફ સાથે ઘટનાં સ્થળે પોહચી ગયા હતા અને એકત્ર થયેલાં ટોળાંઓને વિખેરી કાઢી, મામલો શાંત પાડ્યો હતો, સાથે જ જે બિંન અધિકૃત દબાણ કરનારને બે દિવસમાં દબાણ દૂર કરવા પોલીસે સૂચના આપી છે તથા દબાણ દૂર ન કરાશે તો રેસ્ટોન્ટને સીલ કરી દેવા અંગે સંબંધિત અધિકારીને રીપોર્ટ કરવાની પણ ચીમકી આપી છે.