HSC સામાન્ય પ્રવાહના કુલ ૪૨૧૭ વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્રની પરીક્ષા આપી
વિજ્ઞાન પ્રવાહના કુલ ૯૯૦ વિદ્યાર્થીઓની અંગ્રેજીની પરીક્ષામાં હાજરી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા. ૨૬-૦૨-૨૦૨૬થી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા HSC સાયન્સ સ્ટ્રીમના ઝોનલ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૬-૦૩-૨૦૨૬ના રોજ ધોરણ-૧૨ માં સામાન્ય પ્રવાહના કુલ ૪૨૧૭ વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૯૯૦ વિદ્યાર્થીઓએ અંગ્રેજી (S.L.) ની પરીક્ષા આપી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
