જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વ્યારાનાં બહુચરાજી ચોક ખાતે ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વૈદિક હોળી-ઈકો ફ્રેન્ડલી હોળી-સાત્વિક હોળી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેક્ટર કેતન શાહ અને વીરપુર શાળા ની દીકરીઓ ના હસ્તે બહુચરાજી ચોક વ્યારા પ્રગટાવવામાં આવી હતી.

વ્યારા હોળી ઉત્સવ સમિતિ અનેજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા છેલ્લા 6 વર્ષથી પ્રાર્યવરણ બચાવો અભિયાન થકી વૈદીક હોળી ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવી ગોશાળાની ગોમાય સ્ટીક નો ઉપયોગ કરી ગૌ સવર્ધન કરી પ્રકૃતિ નું જતન કરી co2 વાયુના ઉત્સર્જન ઓછું કરવા માટેના પ્રયત્નો કર્યા.
વૈદિક હોળી એટલે ધાર્મિક/સામાજીક/વૈજ્ઞાનિક નો ત્રિવેણી સંગમ. શહેરના ના રસ્તા ની માવજત, જંગલના લાકડાને જીવતદાન, વાતાવરણ માંથી જીવજંતુઓ ની મુક્તિ, ગૌ શાળા આત્મનિર્ભર બને વૈદિક હોળી થી તમામ ફાયદા થાય છે અને લોકોમાં પ્રેરણા મળે અર્થાત્ વધુ ને વધુ તાપી જિલ્લા માં હોળી આયોજકો સાત્વિક હોળી વૈદિક હોળી પ્રગટાવે. અભિયાન થકી જિલ્લામાં 685 પરંપરાગત હોળી પૈકી 147 હોળી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી તે બદલ સૌ નો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર આભાર વ્યક્ત કરે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *