હોળી: આસ્થાપૂર્વક આસુરી તત્વોનો નાશ કરવાનો પર્વ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અનોખી પરંપરા છે, હિન્દુ ધર્મની માન્યતા અનુસાર હોળી પ્રગટાવવાથી આસુરી તત્ત્વોનો નાશ થાય છે અને દૈવી શક્તિઓનું સન્માન થાય છે. આ પવિત્ર પર્વની ઉજવણીરૂપે ખાસ કરીને મહિલાઓ હોળીની પ્રજવલિત જ્વાળાઓને પોતાની દ્રષ્ટિમાં ભરી હિરણ્યકશિપુરૂપી વિધ્નો પર વિજય મેળવવા સાથે પોતીકી પારિવારિક સૃષ્ટિને સપ્તરંગી બનાવવાની કલ્પનાને ફળીભૂત કરવા ખૂબજ ઉત્સાહ અને ભાવપૂર્વક હોલિકાની પ્રદક્ષિણા કરી પરંપરાગત પૂજા-અર્ચના કરતી જોવા મળી. જે પ્રસંગની તસવીર ઓલપાડ ટાઉન ખાતે કેમેરામાં કેદ થઈ હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
