સોનગઢ વિસ્તારમાં બનેલ નજર ચુકવી પૈસાની ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૭/૦૨/૨૦૨૬ ના કલાક-૧૨/૩૦ થી ૧૩/૩૦ દરમ્યાન સોનગઢ તાલુકાના સોનગઢ ઓટા ચોકડી પાસે આ કામના અજાણ્યા ત્રણ આરોપીએ ફરીયાદી શ્રી રાકેશભાઇ મિનુભાઇ ચૌધરી રહે.નાની ખેરવણ નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપીએ સોનગઢ હિરવા પ્લાઝા ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાંથી રૂપિયા ૪૫,૦૦૦/- ઊપાડેલ તે વખતે આ ત્રણ અજાણ્યા ઈસમો ફરીયાદીને કહેતા હતા કે, “ હમ લોક બહાર કે હે ઓર હમે યહા રૂપિયા જમા કરાને હે તુમ મેરી મદદ કરો” તેમ કહી વાત ચીત કરી ફરીયાદીને ચા પિવાના બહાને ઓટા ચોકડી બાજુ લઈ તેની સાથે વાત-ચીત કરતી વખતે ફરીયાદીની નજર ચુકવી શર્ટના ઊપરના ખિસ્સામાં મુકેલ રૂપિયા ૪૫,૦૦૦/- કાઢી લઈ ચોરી એક બિજાની મદદગારી કરી ગુનો કરેલ હોય આ બનાવ બાબતે સોનગઢ પો.સ્ટે.મા તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ અનડીટેક્ટ ચોરીનો ગુનો સોનગઢ પો.સ્ટે. ખાતે રજીસ્ટર થયેલ.

ઉપરોક્ત અનડીટેક્ટ ચીલઝડપના ગુનાની ગંભીરતા સમજી શ્રી એન.જી. પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., જી.તાપી તથા પો.ઇન્સ. શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી, પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ એલ.સી.બી. તાપીએ તાબાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુનો શોધી કાઢવાની કામગીરીમાં રોકાયેલ હતા દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને સી.સી.ટીવી કેમેરાઓની હ્યુમન શોર્શ તેમજ ટેકનિકલ શોર્શથી તપાસ કરતા જાણવા મળેલ કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) યોગેશ નામદેવ પાટીલ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઘર નં.૧૮૪ શાંતિનગર હનુમાન મંદીર સામે, લિબાયત ગોડાદરા સુરત શહેર મુળ રહે.ગામ-બોડન દિગર તા.પારોલા જી.જલગાવ મહારાષ્ટ્ર તથા (૨) સતનામ ઉર્ફે પપ્પુ સાહબદીન રાવત ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.ફ્લેટ નં.૧૦૩ શિવા રેસીડેન્સી,સાહિબા મીલ પાસે, જોલવા તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-હૈમાં તા.બીકાપુર જી.અયોધ્યા ઉત્તરપ્રદેશ (૩) સાજીદખાન સલીમખાન જાતે ખાન ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ફ્લેટ નં.૧૦૩ શિવા રેસીડેન્સી,સાહિબા મીલ પાસે, જોલવા તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-ગુસીયારી થાના.ઇચૌલી તા.જી.હમીરપુર ઉત્તરપ્રદેશ (૪) આયુષ દેવપ્રસાદ મિશ્રા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઘર નં.૧૦૪ રાધે રેસીડેન્સી, તાતીથૈયા તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-ચૌટાના બસ્તા થાના.ડેલુપુર તા. રાનીગંજ જી.પ્રતાપગઢ ઉતરપ્રદેશને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપતા હોય ગુના કામે વપરાયેલ બલેનો કાર નં. GJ-05-RN-7518 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૪, કિં.રૂ. ૨૦,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ રોકડા રૂ. ૪૫,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૩,૬૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકમાં શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) યોગેશ નામદેવ પાટીલ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઘર નં.૧૮૪ શાંતિનગર હનુમાન મંદીર સામે, લિબાયત ગોડાદરા સુરત શહેર મુળ રહે.ગામ-બોડન દિગર તા.પારોલા જી.જલગાવ મહારાષ્ટ્ર

(૨) સતનામ ઉર્ફે પપ્પુ સાહબદીન રાવત ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.ફ્લેટ નં.૧૦૩ શિવા રેસીડેન્સી, સાહિબા મીલ પાસે, જોલવા તા. કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-હૈમા તા.બીકાપુર જી.અયોધ્યા ઉત્તરપ્રદેશ

(૩) સાજીદખાન સલીમખાન જાતે ખાન ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ફ્લેટ નં.૧૦૩ શિવા રેસીડેન્સી,સાહિબા મીલ પાસે, જોલવા તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-ગુસીયારી થાના.ઇચૌલી તા.જી.હમીરપુર ઉત્તરપ્રદેશ

(૪) આયુષ દેવપ્રસાદ મિશ્રા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે.ઘર નં.૧૦૪ રાધે રેસીડેન્સી, તાતીથૈયા તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગામ-ચૌટાના બસ્તા થાના.ડેલુપુર તા.રાનીગંજ જી.પ્રતાપગઢ ઉતરપ્રદેશ

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા રૂ. ૪૫,૦૦૦/-. (૨) આરોપીઓના મોબાઇલ ફોન નંગ-૦૪, કિં. રૂ. ૨૦,૦૦૦/-. (૩) ગુનામાં વપરાયેલ બલેનો કાર રજીસ્ટ્રેશન નંબર GJ-05-RN-7518 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ઉપરોકત કબજે કરેલ તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ. ૩,૬૫,૦૦૦/-

શોધાયેલ ગુના :-

(૧) સોનગઢ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૬૦૫૦૪ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ

ગુનાની એમ.ઓ :-

બેન્કોની બહાર તથા અદરના ભાગે જઇ લોકોની નજર ચુકવી રોકડા રૂપિયા કાઢી લેવાની

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ-

(૧) યોગેશ નામદેવ પાટીલ

(૧) ઉધના પો.સ્ટે. I ગુ.ર.નં-૧૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ. (૨) કતારગામ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૧૨૦૦૦૮૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૩) મહિધરપુરા પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૨૧૦૦૩૦૨૨૦૬૧૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૨૮, ૩૭૯ મુજબ. (૪) પાંડેસરા પો.સ્ટે. ૧૧૨૧૦૦૪૫૨૪૩૭૫૦/ ૨૦૨૪ ભારતીય ન્યાય સહિત કલમ-૩૧૮(૪), ૫૪ મુજબ. (૫) પાંડેસરા પો.સ્ટે. ૧૧૨૧૦૦૪૫૨૪૩૭૫૩ /૨૦૨૪ ભારતીય ન્યાય સહિત કલમ- ૩૧૮(૪), ૫૪ મુજબ. (૬) ઉધના પો.સ્ટે. ૧૧૨૧૦૦૪૭૨૪૦૯૬૯ /૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૪૨૦, ૧૨૦ મુજબ. (૭) સલાબતપુરા પો.સ્ટે. I ગુ.ર.નં-૨૮૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૮) ખટોદરા પો.સ્ટે. । ગુ.ર.નં-૩૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ. (૯) સચીન જી.આઇ.ડી.સી. । ગુ.ર.નં-૧૧૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૧૦) કડોદરા જી.આઇ.ડી.સી, પો.સ્ટે. I ગુ.ર.નં-૬૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૧૧) કોસંબા પો.સ્ટે. I ગુ.ર.નં-૧૨૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ

(૨) સતનામ ઉર્ફે પપ્પુ સાહબદીન રાવત

(૧) સચીન જી.આઇ.ડી.સી. । ગુ.૨.નં-૧૧૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૨) મહિધરપુરા પો.સ્ટે. I ગુ.૨.નં-૬૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબ. (3) ઉધના પો.સ્ટે. I ગુ.ર.નં-૧૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ. (૪) સલાબતપુરા પો.સ્ટે. I ગુ.ર.નં-૨૮૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૫) મહિધરપુરા પો.સ્ટે. I ગુ.૨.નં-૧૭૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબ. (૬) મહિધરપુરા પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૨૧૦૦૩૦૨૨૦૬૧૪ /૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૨૮, ૩૭૯ મુજબ. (૭) કતારગામ પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૧૦૦૨૧૨૦૦૦૮૦ /૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૮) સચીન જી.આઈ.ડી.સી., પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૨૨૫૧૬૧૨/ ૨૦૨૫ ભારતીય ન્યાય સહિત કલમ-૩૧૮(૪), ૫૪ મુજબ. (૯) સલાબતપુરા પો.સ્ટે. ગુ.૨.નં-૧૧૨૧૦૦૫૫૨૫૦૬૬૭/ ૨૦૨૫ ભારતીય ન્યાય સહિત કલમ- ૩૦૩(૨), ૫૪ મુજબ. (૧૦) કોસંબા પો.સ્ટે. I ગુ.ર.નં-૧૨૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૧૧) કડોદરા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૧૦૦૦૭ /૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ

(૩) સાજીદખાન સલીમખાન જાતે ખાન

(૧) વરાછા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૨૧૯૫૮/ ૨૦૨૨ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ. (૨) લીંબાયત પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૫૨૨૩૭૯૬ /૨૦૨૨ જુગાર ધારા કલમ-૧૨ મુજબ. (૩) અંકલેશ્વર સીટી બી ડીવીઝન, ગુ.ર.નં- ૧૧૧૯૯૦૬૧૨૩૦૧૨૧ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦ મુજબ

(૪) આયુષ દેવપ્રસાદ મિશ્રા

(૧) વરાછા પો.સ્ટે. I ગુ.ર.નં-૩૪૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૧૧૪ મુજબ. (૨) પલસાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૦૧૭૬૮/ ૨૦૨૦ પ્રોહી એકટ કલમ- ૬૬(૧)બી, ૮૫ મુજબ. (૩) કડોદરા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૪૦૨૩૨૧૦૦૦૭/ ૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૨૩,૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ. (૪) ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૧૦૫૫૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૯૨, ૩૪ મુજબ. (૫) ઉમરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૮૨૨૦૬૦૯ /૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૬) ભેસ્તાન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦ ૭૦૨૪૦૬૭૧ /૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૪૨૦, ૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ. શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ એલ.સી.બી., તાપી તથા તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયા, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઈ, હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ, પો.કો.રોનક સ્ટીવન્સન તથા પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *