લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળાનાં યજમાનપણા હેઠળ લવાછા શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલય ખાતે ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  L&T કંપની હજીરાનાં CSR ડીપાર્ટમેન્ટ સંચાલિત ઓલપાડ તાલુકાની 10 શાળાઓમાં ઉમંગ પ્રોજેક્ટ કાર્યરત છે. જે પૈકી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળા એક છે. જેનાં યજમાનપણા હેઠળ ભારત થીમ આધારિત વાર્ષિકોત્સવ ‘ઉમંગ’ શ્રી ઝેડ. એમ. પટેલ વિદ્યાલય, લવાછા ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. ઉમંગ પ્રોજેક્ટ એ Larsen & Toubro – AMNHEC, હજીરાની CSR પહેલ છે અને તેનો અમલ BharatCares દ્વારા કરવામાં આવે છે.

સદર કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે પ્રવિણ ભટ્ટ (VP & Head – Nuclear BU, L&T- હજીરા) ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે માનસીબેન દેસાઈ, સ્મિતાબેન, બીજલબેન, તેજસ્વિનીબેન, પ્રવિણભાઇ, નટવરભાઈ, મુકેશભાઈ, પંકજભાઈ, નિલેશભાઈ, ગામનાં સરપંચ, વાલીજનો, L&T CSR ટીમ, BharatCares ટીમ તેમજ પ્રોજેક્ટ ઉમંગનાં Educators, Co-ordinators સહિત પ્રોજેક્ટ હેઠળની શાળાનાં શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યાં હતાં. પ્રસંગને વધુ શોભાવવા L&T નાં મહેશભાઈ જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં દેશનાં રાજ્યોની વિવિધતા સંદર્ભની અવનવી સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત દ્વારા ‘વિવિધતામાં એકતા’નો સંદેશ પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ તકે વિશેષ આકર્ષણ તરીકે ‘1001 પોસ્ટકાર્ડ અભિયાન’ યોજવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ, Educators, L&T અને BharatCaresની ટીમે ભારતનાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખી ઉમંગ પ્રોજેક્ટ કેવી રીતે જીવનકૌશલ્ય ઉપરાંત ભારતીય કલા-હસ્તકલા અને સ્વચ્છતા જાગૃતિ દ્વારા તેમનાં દ્રષ્ટિકોણને સાકાર કરી રહ્યો છે તે બાબત ઉજાગર કરી હતી. અંતમાં આભારવિધિ જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં મંત્રી પ્રવિણભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લવાછા અને ધનશેર પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *