વાંકલની 14 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામની એક 14 વર્ષીય સંગીર તરુણીને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ નો એક્ સંગીર યુવકે ફેસબુક ઉપર ચેટિંગ કરી તરુણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી વાંકલ ગામેથી ભગાડી જતા તરુણીના પિતાએ આ યુવક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાંકલ ગામે રહેતી અને ધોરણ ૯ માં અભ્યાસ કરતી તરુણી તારીખ ૮મી મેના રોજ સવારે 11:00 કલાકે ઘરેથી હાઈસ્કૂલમાં પુસ્તક લેવા ગઈ હતી અને આ તરુંણી તેના પિતા નો ફોન પણ સાથે લઇ ગઇ હતી ત્યારબાદ તરુંણી બપોરે પરત ઘરે ના આવતા પિતા હાઇસ્કુલ પહોંચ્યા હતા અને તપાસ કરતા તે પુસ્તક લેવા આવી ના હોવાનું જાણવા મળ્યું હતું જેથી આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કડી હતી પરંતુ એનો ક્યાંય પત્તો ન લાગ્યો ત્યારબાદ સગા અને સબંધી તરફથી જાણવા મળેલ કે પુત્રી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામના યુવક તેને ફેસબુક ઉપર ચેટિંગ કરી ફસાવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી કાકડીયા ગામે તરુણી ની શોધખોળ કરવા માટે તરુંણી ના પિતા અને પરિવારજનો ગયા હતા ક્યાં તરુણી ભગાડી જનાર યુવકના પરિવારજનોને યુવક અંગે પૂછપરછ કરતા પરિવારજનોએ પણ કોઈ માહિતી આપી ન હતી ત્યારબાદ ત્રણ દિવસ સુધી પરિવારજનોએ તરુંણી અને આ યુવકની શોધખોળ ચાલુ રાખી હતી પરંતુ એનો ક્યાંય પત્તો ના મળતા આખરે યુવક વિરુદ્ધ તરુણીના પિતાએ માંગરોળ પોલીસ મથકમાં પોતાની દીકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જવા અંગે ફરિયાદ નોંધાવી હતી