બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત ઓનલાઈન ક્વિઝનાં વિજેતા જાહેર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનાં ભાગરૂપે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાષા સહિતનાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
સદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: શાહીનબેન ખટીક (મોર મુખ્ય પ્રા. શાળા), દ્વિતીય: હેતલબેન ચૌધરી (ઉમરાછી પ્રા. શાળા), તૃતિય: હેમાક્ષીબેન પટેલ (દિહેણ પ્રા. શાળા)
ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *