ઉમરપાડા તાલુકાના વાડીગામના વોડાફોન કંપનીના અનિયમિત નેટવર્ક સામે યુવાનો લડત આપવાના મૂડમાં

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) :  ઉમરપાડા તાલુકાના વાડી ગામના યુવાન અગ્રણી જીમી વસાવા તેમજ તેમની ટીમ દ્વારા વાડીગામ ના વોડાફોન નું નેટવર્ક છેલ્લા એકાદ વર્ષથી યોગ્ય રીતે ચાલતું ન હતું, નેટ ની પણ સમસ્યા છે .હાલમાં કોરોનાની મહામારી માં શિક્ષણ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવતા હોય નેટ ઝડપથી ચાલતું ન હોવાને કારણે વિદ્યાર્થી નું ભણતર સાથે ભવિષ્ય પણ બગડે એવી પરિસ્થિતિ આવી પડી છે .ખૂબ જ ધીમી ગતિએ નેટ ચાલે છે. વોડાફોન કંપનીના એમ ડી તથા જનરલ મેનેજર ને આ બાબતે વાડી ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આ બાબતે જાણ કરવામાં આવી છે.બેલેન્સ નાખવામાં આવે છે ઍ પણ ઉપયોગ વગર પુરુ થાય છે, જો 15 દિવસ આ કંપની ની સમસ્યા દુર ના થાય તો યુવાનો તથા સુરત જિલ્લાના કોંગ્રેસ સેવાદળના પ્રમુખ હરીશ વસાવાની આગેવાનીમા કંપની વિરુદ્ધ આવેદન આપી આંદોલન કરવામાં આવશે.એમ આગેવાનો એ જણાવેલ છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *