લ્યો બોલો, આવું તો તાપી જીલ્લામાં ચાલ્યા કરે…!! સોનગઢનાં માંડળ ટોલનાકા પાસે ખાલસા થયેલ જગ્યામાં બેરોકટોક ચાલી રહેલ હોટલ !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચોરવડ ગામે આવેલ માંડલ ટોલનાકા પાસે ખાલસા થયેલ જમીન ઉપર દિવસ રાત કોઈપણ જાતની રોકટોક વગર હોટલ ચાલી રહી છે.
સોનગઢ તાલુકાના ચોરવડ ગામે માંડળ ટોલબુથની બાજુમાં આવેલ સરવે નં. 186અ/1/p1 વાળી જમીન ઉપર ૭૩એએનો ભંગ કરી, બાંઘકામ કરી હોટલ શરૂ કરાઈ હતી. જે અંગે કલેકટર તાપીનાં હુકમ ક્રમાંક/જમન/૭૩એએ/કેશ રજી.નં.૭/૧૪ તા. ૧૬/૦૬/૨૦૧૪થી આ જમીનનો ૮૭૦૦ ચો.મી. ભાગ જમીનમાં આવેલ ઈમલા સહિત સરકાર સદરે દાખલ કરવામાં આવેલ હતી.
હાલમાં ફરીથી કોઈપણ જાતની પરવાનગી વગર આ જમીનમાં દિવસ રાત હોટલ ઘમઘમી રહી છે. કોના આશીર્વાદથી આ હોટલ ફરીથી શરૂ કરાવવામાં આવી છે એ તપાસનો વિષય છે. પરંતુ અચરજ એ વાતનું થાય કે, માંડળ ટોલબુથની બાજુમાં જ આવેલ આ હોટલ ઉપર અહીંથી રોજ અવર જવર કરતાં તંત્રનાં કર્મચારીઓ કે અધિકારીની નજર આ ગેરકાયદેસર ઘમઘમતી હોટલ ઉપર નહિં પડતી હોય ?!
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
