ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પલાશ પર્વ 2026 નું આયોજન 

0
palash

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.11 :- આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. 21 થી 22, ફેબ્રુઆરી, 2026 બે દિવસિય ‘પલાશ પર્વ-આદિવાસી સંસ્કૃતિ સંગમ’ ની ઉજવણી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાનાર છે. હોળી પૂર્વે યોજાનારા આ ઉત્સવની ઉજવણીમાં રમતગમતની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ, કાર્યક્રમ સ્થળે હાટબજાર, ફુડ સ્ટોલ પણ ઉભા કરાશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other