રાજ્યમંત્રી ડો. જયરામભાઈના હસ્તે સખીમંડળની બહેનોને મસાલા મશીન કીટનું વિતરણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સખીમંડળને મસાલા મશીન કીટનું વિતરણ કર્યુ હતુ.

આ તકે ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, બહેનો પગભર બને, તેઓ પરિવારને આર્થિક ટેકારૂપ બને તે માટે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક સશક્તિકરણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસરો ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જાલમસિંગભાઈ વસાવા, નિઝર પ્રાંત અધિકારીશ્રી ઓમકાર સિંધે સહિત તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *