તાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

Contact News Publisher

શાળાઓમાં આગ જેવી આપત્તિ સમયે કરવાના સલામતી પગલાં અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૦૨. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાપી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ આમ પાંચ દિવસ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.

શાળા સલામતીના ભાગરૂપે કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન મુજબ જિલ્લાનાં સોનગઢ તથા વ્યારા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કુલ ૧૦ શાળાઓમાં આગ જેવી દુર્ઘટના સમયે શું કરવું તે અંગે રેસ્ક્યુ વાન અને અગ્નિશામક સાધનો દ્વારા જીવંત ડેમોસ્ટ્રેશન કરીને બાળકો, વાલીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *