માંગરોળના વેલાવી ખાતે આવેલી સરકારી કુમાર-કન્યા છાત્રાલય વિદેશથી આવતાં લોકોને હોમકોરોન્ટાઈન માટે વહીવટીતંત્રે કબજો લીધો
૬૮ વિદેશીઓને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાના વેલાવી ( વાંકલ ) ખાતે આવેલી સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની ઇમારતો સુરત જિલ્લા વહીવટીતંત્રે, વિદેશથી આવતાં લોકોને હોમકોરોન્ટાઈન માટે રાખવા માટે કબજે કરી છે.
છેલ્લા ઘણાં દિવસોથી સમગ્ર રાજ્ય સહીત સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાંનાં દર્દીઓની સંખ્યામાં જંગી વધારો નોંધાઇ રહયો છે, તો બીજી તરફ વિદેશથી આવતા લોકોને નિયમ મુજબ ૧૫ દિવસ ફરજીયાત હોમકોરોન્ટાઈન કરવાનાં હોય છે, એ માટે જિલ્લા વહીવટીતંત્રે ઉપરોક્ત છાત્રાલયની ઇમારતોમાં વિદેશીઓને રાખવા માટે વ્યવસ્થા ઉભી કરી છે, આજદિનસુધીમાં આ છાત્રાલય ખાતે ૬૮ જેટલાં વિદેશીઓને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા છે, આ વિદેશીઓને ખાવા પીવા સહીતની તમામ સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવી રહી છે.