માં સરસ્વતી વિધાલય ડોલવણ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26 જાન્યુઆરી 2026 ના રોજ માં સરસ્વતી વિધાલય ડોલવણ જી. તાપી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ વ્યારા ના માજી પ્રમુખ અને રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ રો. નિલેશ સોની ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અને તેમણે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. ગણતંત્ર દિવસ નિમિત્તે શાળાના વિધાર્થીઓએ દેશ ભક્તિ ના ગીતો અને સુંદર કૃતિઓ રજૂ કરી હતી.
શાળાનો ધોરણ 8નો વિધાર્થી વંશ રાકેશભાઈ ચૌધરી ને બાળ પ્રતિભા સ્પર્ધામાં સર્જનાત્મક કામગીરી વિષયમાં જીલ્લા માં પ્રથમ ક્રમ આવવા બદલ શુભેચ્છા સાથે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમ માં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો હાજર રહ્યા હતા.
શાળાના ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ શેઠ એ વાલીઓનો, આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા. અને શાળાની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા. આચાર્યા દુર્ગાબેન ગામીતે સર્વે નો આભાર વ્યક્ત કર્યો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
