રોટરી ક્લબ વ્યારા દ્વારા “રોટરી સેવા યજ્ઞ”નો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અકસ્માત અથવા બીમારી બાદ કોઈ પણ વ્યક્તિ ને હોસ્પિટલમાંથી ડિસચાર્જ આપવામાં આવ્યા પછી ફાઉલર બેડ, વોકર, વ્હીલચેર, વોકીંગ સ્ટીક, વોટર બેડ, એરબેડ વગેરે જરુરીયાત મુજબના સાધનો રોટરી ક્લબ વ્યારા દ્વારા “રોટરી સેવા યજ્ઞ”ના નેજા હેઠળ કોઈ પણ ચાર્જ, મુલ્ય કે ભાડા વગર વાપરવા માટે આપવા માટેની શુભ શરૂઆત પ.પુ. સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ હસ્તે કરવામાં આવેલ જેને એક વર્ષ પૂરું કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આ એક વર્ષમાં અત્યાર સુધી એરબેડ, સેમિફાઉલર બેડ, વોટર બેડ, ચારપગવાળી સ્ટીક, સ્ટુલચેર, વ્હીલચેર, સ્ટૂલપોટ, ફોલ્ડીંગવોકર, નેબ્યુલાઈઝર, યુરીન પોટ, ક્રચીસ(બગલઘોડી), વોકીંગ સ્ટીક, બેડપેન, વોકર વગેરે સાધનો નો કુલ ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધેલ છે.
આ સેવાનો લાભ વ્યારાનગરના વિવિધ વિસ્તારો ઉપરાંત સોનગઢ, મઢી, વાલોડ, ઉચ્છલ તથા ગડત, ડોલવણ, મઢીપાસે-બેસુધરા વગરે ગામોના લોકોએ લીઘો છે.
આ સેવા યજ્ઞમાં વ્યારા નગર અને અન્ય વિસ્તારના સખાવતી દાનવીરો નો ઉમદા સહકાર મળેલ છે. હાલમાં તાપી જીલ્લા પુરતી માર્યાદિત આ યોજનાનો અન્ય પ્રદેશમાં પણ વિસ્તાર કરવાની યોજના અમલ હેઠળ છે. જેમાં સહભાગી થઇ સેવાનો લાભ લેવા પ્રજાજનોને નમ્ર વિનંતી છે.