સુરત-તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને બસો દશ કરોડ રૂપિયા ભાવફેર પેટે ચુકવવામાં આવશે

ફાઈલ તસ્વીર

Contact News Publisher

અત્યાર સુધીનો  સૌથી મોટો દૂધભાવફેર ચુકવવામાં આવશે.

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  સુરત અને તાપી જિલ્લાનાં પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી , અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સહકારી સસ્થા એવી સુમુલ ડેરી, એનાં બે લાખ, પચાસ હજાર પશુપાલકોને, અત્યાર સુધીનો સૌથી મોટો દૂધભાવફેર ચૂકવવા જઈ રહી છે.

પ્રતિકીલોફેટ દીઠ ૮૫ રૂપિયા મુજબ કુલ ૨૧૦ કરોડ રૂપિયા દૂધભાવફેર પેટે ચુકવવામાં આવશે, હાલમાં જ્યારે કોરોનાં મહામારી અને લોકડાઉનને લીધે પશુપાલકોને નુકશાન વેઠવાનો સમય આવ્યો છે, ત્યારે સુમુલના પશુપાલકો માટે આ એક આનંદભર્યા સમાચાર આવ્યા છે, સુમુલે ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રતિકીલોફેટ દીઠ પાંચ રૂપિયા વધુ ચુકવ્યા છે. આ પ્રશ્ને સુમુલના ચેરમેન રાજુભાઇ પાઠકે જણાવ્યું છે કે આ રકમ ચૂકવતા પહેલાં સામાન્ય સભામાં ઠરાવ કરવો પડે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાં મહામારીને પગલે સામાન્ય સભા મળી નથી, તેમ છતાં આ દૂધભાવફેર પશુપાલકોને ચૂકવવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ આ મંજૂરી આવી જશે એવો આશાવાદ એમણે વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ પશુપાલકોએ આ દૂધભાવફેરની જે રકમ ચુકવવામાં આવનાર છે એ બદલ સુમુલના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *