વેલ્ફેર હોસ્પીટલ ખાતે તારીખ ૨૮મી જૂનનાં રોજ વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

ફાઈલ તસ્વીર
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આગામી તારીખ ૨૮ મી જૂનનાં રોજ, રવિવારે, સવારે ૯ થી ૧ વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માંગરોળ અને અંકલેશ્વર તાલુકાની બોર્ડર ઉપર ખરોડ ગામે આવેલી વેલ્ફેર હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં દવા, ઇકો, ઇ.સી.જી., ટી.એમ.ટી. વિનામૂલ્યે તથા એક્ષ રે અને લેબ ટેસ્ટીંગમાં પચાસ ટકા રાહત આપવામાં આવશે. લાભ લેનાર દર્દીઓએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. જૂનાં રીપોર્ટ અને ડોક્ટરની ફાઇલ હોય તો સાથે લાવવાની રહેશે, એમ ડો. અઝરૂદીન ટોપીયા અને ડૉ.સલમાખાન ટોપીયાએ જણાવ્યું છે. આયોજકોએ આસપાસનાં ગામોની પ્રજાને આ કેમ્પનો વધુમા વધુ લાભ હાકલ કરી છે.