માંગરોળ તાલુકાનાં ઔદ્યોગિક વિસ્તારમનાં શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે સુવર્ણ તક
શ્રમિકોએ પોતાના માદરે વતન જવા માટે ૧૩મી જૂન સુધી નામ નોંધણી કરાવી શકાશે
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : મોસાલી : નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતનમાં સલામત પહોચાડવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. સુરત શહેર તથા માંગરોળ તાલુકાનાં પીપોદરા,કીમ ચારરસ્તા, પાલોદ, મોટાબોરસરા સહિત જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વસવાટ કરતા જુદા જુદા રાજ્યના બાકી રહી ગયેલા શ્રમિકો જો પોતાના વતનમાં પરત જવા માંગતા હોય તો તેઓ તા.૧૧/૦૬/૨૦૨૦ થી તા-૧૩/૦૬/૨૦૨૦સુધી સુમન હાઈસ્કૂલ નં.૧૫, નાગસેન નગર ચીકુવાડીની બાજુમાં, ઉધના,સુરત ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં પોતાનું નામ રૂબરૂ અથવા પ્રતિનિધિ મારફત નામ નોંધણી કરાવી શકશે. તા. ૧૩/૦૬/૨૦૨૦ પછી કોઈપણ પ્રકારની નોંધણી કરવામાં આવશે નહીં જેની તમામ સબંધિતોએ નોંધ લેવા તંત્ર દ્વારા જણાવાયું છે.