માંગરોળ પોલીસ ગૌમાંસના વોન્ટેડ આરોપીને પકડવા ગઈ, પરત આવી વોન્ટેડ આરોપીને ભગાડી મુકનારની ધરપકડ કરીને !!
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે ગૌમાંસ કતલનાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી માંગરોળ પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ કરી આરોપીને ભગાડી મુકનારની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી એની ધરપકડ કરી છે.
માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયીને બાતમી મળી કે ગોવશની કતલનો વોન્ટેડ આરોપી ફેઝલ સૂર્યા કોસાડી ગામે છુપાયો છે, આ બાતમીના આધારે માંગરોળ પોલીસની ટીમ કોસાડી ગામે જવા રવાના થઈ હતી, ત્યારે કોસાડી ગામનો ઉવેશ ઝુંબેર ભીખુ, પોલીસનો પીછો કરી મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરતો હતો, જેથી પોલીસને શક જતાં આ શખ્સને અટકાવી એને પકડતાં એ જોરથી બોલવા લાગ્યો કે હું ફેઝલનો માણસ છું, ગામમાં જશો તો માર મરાવીશ, પોલીસે એનો મોબાઇલ ચેક કરતાં ,આ શખ્સ આરોપી ફેઝલ સૂર્યાને ફોન કરતો હતો, પરંતુ આ શખ્સે કબૂલાત કરી કે ફેઝલનો મોબાઈલ ન લાગતાં , ફેઝલની પત્ની હફસાને મોબાઈલ કરીને કહ્યું કે પોલીસ ફેઝલને પકડવા આવી રહી છે, એને ભગાડી દેવ, જેથી ફેઝલ સૂર્યા ભાગી છૂટ્યો હતો, જેથી ઉવેશ ઝુંબેર ભીખુ ની માંગરોળ પોલીસે અટક કરી, પી.એસ.આઇ. પરેશ એચ. નાયી પોતે ફરિયાદી બન્યા છે.