નર્મદા જિલ્લાના માછીમારો દ્વારા સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્રની મુલાકાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે તા. ૨ જન્યુઆરી ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લાના જનજાતીય વિસ્તારમાં આત્મનિર્ભરતા અને સ્થિતિ સ્થાપકતામાં સુધારો માટે પ્રોજેક્ટ ચલાવતા ઇનરેકા સંસ્થાન અને રીલાઈન્સ ફાઉંડેશના સંયુક્ત પ્રયત્નોથી કુલ ૩૦ જેટલા નર્મદા જિલ્લાના માછીમારો દ્વારા મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમ્યાન ઇનરેકા સંસ્થાના અધિકારી શ્રી. ચંદનભાઈ વસાવા, રીલાઈન્સ ફાઉંડેશનના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મહેન્દ્રભાઇ મકવાણા હાજર રહેલ હતા. મુલાકાત દરમ્યાન સી.ઈ.ઓ. ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્રના હેડ ડૉ. સ્મિત લેન્ડે જનજાતિય વિસ્તારમાં ઉપલબ્ધ કુદરતી સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી નીલ ક્રાંતિથી અર્થ પ્રાપ્તિ માટેની તકો બાબતે માર્ગદર્શન આપ્યું. ડૉ. રાજેશ વસાવા (એસ. આર. એ.) દ્વારા મીઠાપણાના માછલી ઉછેર માટે પાણીના ગુણવતાની જાળવણી વિષય પર જરૂરી માર્ગદશન આપવામાં આવ્યુ હતુ તેમજ શ્રી સાગર ઢીંમર (જી. આર. એફ.) દ્વારા માછલીમાં થતા રોગોની ઓળખ, તેના લક્ષણો, અસરગ્રસ્ત માછલીની પ્રજાતિ, સારવાર, આરોગ્ય વ્યવસ્થાપન અંગેનું જરૂરી વિષય ઉપર જરૂરી માર્ગદશન આપવામાં આવ્યુ હતુ. શ્રી કિસન સખરેલિયા (એસ.આર. એ.)દ્વારા સુશોભન માછલી પાલનથી ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અને કુ. દિવ્યા ચાવડા (તાલીમ સહાયક) દ્વારા માછલીમાંથી બનતી વાનગીઓ અને એનો વ્યવસાયિક મહત્વ બાબતે માહિતી આપવામાં આવી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
