માંગરોળ તાલુકાનાં શેઠી ગામે બે કોરોનાં વાઇરસનાં પોઝીટીવ કેસ નોંધતાં તંત્ર દોડતું થયું
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં શેઠી ગામે આજે બે કોરોનાં વાઇરસનાં પોઝીટીવ કેસ નોંધતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે.
શેઠી ગામે મુંબઈથી એક કપલ તથા સગાનાં ત્રણ બાળકો મળી કુલ પાંચ વ્યક્તિઓ આવ્યા હતા, જેમાંથી પતિ-પત્નીનાં આરોગ્ય વિભાગ દ્વારા બ્લડનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનાં રીપોર્ટ આજે આવતાં પતિ-પત્નીનાં પોઝીટીવ રીપોર્ટ આવતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. આ બંનેને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ ગામમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.