માંગરોળનાં નાનીનરોલી ગામનાં એક શખ્સ ઉપર એજ ગામનાં પાંચ જેટલાં શખ્સોએ કરેલો જીવલેણ હુમલો
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામનાં મુસા ઇબ્રાહીમ પટેલ ઉપર એજ ગામનાં ચાર થી પાંચ જેટલાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યા હોવાનો બનાવ બન્યો છે.
ઘટનાં સ્થળેથી મળેલી માહીતી મુજબ નાનીનરોલી ગામના મુસા ઈબ્રાહીમ પટેલ કે જેઓ નાનીનરોલી થી મોસાલી તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન આજ ગામનાં ચારથી પાંચ જેટલાં શખ્સો એ કારમાં મુસાભાઈ નો પીછો કરી, તડકેશ્વર થી મોસાલી તરફ આવતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઝાંખરદા ગામે કારે મુસાભાઈની મોટરસાયકલને ટક્કર મારતા મુસાભાઈ માર્ગની બાજુમાં ફંગોટાઈ ગયા હતા,ત્યારબાદ કારમાં આવેલા શખ્સો એ મુસાભાઈ ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરી, પગ તથા હાથમાં તલવારના ઘા ઝીકી દીધા હતા. જેને નજીકમાં રહેતાં લોકો દોડી આવતાં મુસાભાઈને ૧૦૮ ની મદદથી પ્રથમ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યા છે, આ હૂમલો દુકાન પ્રશ્નની એક જૂની અદાવતમાં કરાયો હોવાનું જાણવા મળ્યું છે, જો કે આ અંગેની ફરિયાદ લેવા માટે માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ એચ.નાયી સુરત હોસ્પિટલ ખાતે ગયા છે ફરિયાદ દાખલ થયા બાદ આ બનાવ અંગેની સત્ય ઘટના બહાર આવશે.