રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત 31મી ડિસેમ્બરે તાપી જિલ્લાના પ્રવાસે
Contact News Publisher
બાજીપુરામાં શાળા ભવનનું લોકાર્પણ અને સોનગઢમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. :- રમતગમત, પ્રવાસન અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત બુધવારે તાપી જિલ્લાના પ્રવાસે છે. તેઓ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સવારે ૮ કલાકે શ્રી આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શ્રીમતી મયુરીબેન કલ્પેશભાઈ પટેલ તથા શ્રીમતી ચંપાબેન સોમભાઈ પટેલ ભવનનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે.
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બપોરે ૧:૩૦ કલાકે મંત્રીશ્રી સોનગઢ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
