આયુર્વેદનું અમૃત : હૃદય સ્વાસ્થ્ય માટે પરંપરાગત રીતે ઉપયોગી ઔષધીય વૃક્ષ

0
IMG-20251230-WA0006
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૩૦. :- આયુર્વેદના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોમાં સ્થાન પામેલું સફેદ સાદડ – અર્જુન સાદડ ભારતીય વનસ્પતિ વારસાનો અમૂલ્ય ભાગ છે. ચરક સંહિતા, જે મહર્ષિ ચરક દ્વારા રચાયેલ આયુર્વેદનું પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે, તેમાં અર્જુનનો હૃદય માટે લાભકારી ઔષધિ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. જેનું વૈજ્ઞાનિક નામ ટર્મિનાલિયા અર્જુના છે.

આયુર્વેદિક પરંપરા અનુસાર સફેદ સાદડની ફૂલ, છાલ હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવા, રક્ત પરિભ્રમણ સુધારવા અને શરીરની આંતરિક શક્તિ વધારવામાં સહાયક માનવામાં આવે છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ હૃદય સંબંધિત તકલીફો, લોહીની શુદ્ધિ તથા શારીરિક કમજોરીમાં કરવામાં આવે છે.

આયુર્વેદિક હોસ્પિટલ અને દવાખાનાઓમાં અર્જુન આધારિત દવાઓ ટેબ્લેટ અને ચૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે, જે પરંપરાગત જ્ઞાન અને આધુનિક ઉપયોગ વચ્ચેનું મહત્વપૂર્ણ જોડાણ દર્શાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *