માંગરોળ : પીપોદરા ખાતે ફાયરિંગની બનેલી ઘટના બાદ જિલ્લા પોલીસનું કોમ્બિન્ગ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે ગઈકાલે પીપોદરા ગામે ખેતરમાં એક શખ્સને ઢોરમારમારી, એનાં ઉપર ફાયરીંગ કરવાનો બનાવ બન્યો હતો.
જે શખ્સ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું એને સારવાર આપ્યા બાદ કોસંબા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપી પાડવા સુરત રેન્જના આઇ. જી. અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લા SOG ટીમને આ બનાવની તપાસમાં જોડાવવા હુકમ કરતાં ગણતરીના કલાકોમાં આ બનાવમાં સંડોવાયેલા બે શખ્સોને, હથિયાર સાથે ઝડપી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો, ત્યારબાદ ગતરાત્રી દરમિયાન સુરત જિલ્લાના ડી.વાય.એસ. પી.શ્રી જાડેજાની આગેવાનીમાં પીપોદરાની ટેમ્પા ગલીમાં કોસંબા, કીમ, કામરેજ, માંગરોળ પોલીસનાં સ્ટાફની ટીમોએ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. જો કે હાલમાં મોટાભાગનાં શ્રમિકો વતનમાં ચાલ્યા ગયા હોય, મોટાભાગનાં રૂમો બંધ પડ્યા છે, જો કે આ બનાવ બન્યાબાદ આ કોમ્બિન્ગ કરવું જરૂરી હતું.