માંગરોળ કેન્દ્રનું ધોરણ – ૧૦ નું ૮૮.૪૬ ટકા પરિણામ:માંગરોળ બોઇઝનું ૮૪.૪૧,ગર્લ્સનું ૯૩.૫૪ અને મોસાલી સરકારી શાળાનું ૮૨.૧૪ ટકા પરિણામ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : ગત માર્ચ-૨૦૨૦ માં લેવાયેલ ન્યૂ એસ.એસ.સી. ધોરણ-૧૦ ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં માંગરોળ કેન્દ્રનું ૮૮.૪૬ ટકા પરિણામ આવ્યું છે.

જેમાં માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ.બોઇઝ શાળાનું ૮૪.૪૧ ટકા પરિણામ આવ્યું છે, જેમાં વોહરા મોહમદઅલી સિકંદરે અને વિવેકકુમાર દેવેન્દ્ર વસાવા આ બંનેએ ૭૬.૬૬ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યા છે. એસ.પી.એમ.ગર્લ્સ શાળાનું ૯૩.૫૪ ટકા પરિણામ આવ્યું છે, જેમાં મારીયા મોહમદ ઉંમરે ૮૧.૩૩ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો છે,જયારે રેશમાં વિઠ્ઠલ પુજારીએ ૭૦ ટકા સાથે દ્વિતિયક્રમ મેળવ્યો છે, તાલુકાનાં મોસાલી ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળાનું ૮૨.૧૪ ટકા પરિણામ આવ્યું છે, જેમાં ફાતમાં કાસુએ ૭૯.૮૩ ટકા સાથે શાળામાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *