તાપી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

0
IMG-20251224-WA0002
Contact News Publisher

અરજદારોના પ્રશ્નોનો ત્વરિત ધોરણે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકિદ કરતા ઇન્ચાર્જ કલેક્ટરશ્રી બુગાલિયા

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪. :- પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તાપી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં આઠ જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નોને અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.

આ તકે શ્રી બુગાલિયાએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનથી સાંભળીને સંબંધિત અધિકારીશ્રીઓને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ત્વરિત ધોરણે પૂર્ણ કરવા તથા અરજદારોને સહયોગ કરવા માટે માર્ગદર્શન આપી કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.

સ્વાગત કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *