દક્ષિણ ગુજરાત કલામહાકુંભમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાનું ગૌરવ

0
IMG-20251224-WA0000
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૨૩ /૧૨/૨૫ ના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતનો ઝોન કક્ષાનો કલામહાકુંભ સ્વામિનારાયણ સ્કુલ નવસારી ખાતે યોજાયેલ હતો જેમાં દક્ષિણ ગુજરાતના કુલ નવ જિલ્લામાંથી જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ વિધાર્થીઓએ વિવિધ કૃતિમાં ભાગ લીધેલ હતો.

જેમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારામાં અભ્યાસ કરતી અને ઉકાઇની જીઇબી કોલોનીમાં રહેતી વિધાર્થીની પ્રિયાંશી ઇશ્વરભાઇ પટેલે પણ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે.પ્રિયાંશી પટેલ વ્યારા તાલુકા કક્ષાએ પ્રથમ ત્યાર બાદ તાપી જિલ્લાકક્ષાએ પ્રથમ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ પ્રથમ આવતા સમગ્ શાળામાં અને ઉકાઇમાં આનંદ છવાઇ ગયો હતો શાળાના શિક્ષક પરિવારે, આચાર્યશ્રીએ અને ટ્રસ્ટીશ્રી એ અભિનંદન પાઠવ્યા હતા અને હવે ગુજરાત રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *