તાપી જિલ્લામાં ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમોને કેટલીક શરતોને આધિન ખુલ્લા રાખવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ, તાપી) : વ્યારા; મંગળવાર: વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોનાવાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે, તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે.

જે સંદર્ભે તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે.હાલાણી દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ તાપી જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટસ, હોટેલ/અતિથ્ય એકમો કેન્દ્ર સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રલયની તા. ૪/૬/૨૦૨૦ ની Standard Operating Procedure નું ચુસ્તપણે પાલન કરવાની શરતે તા.૦૮/૦૬/૨૦૨૦ થી ક્ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં શરૂ કરી શકાશે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ સમય દરમ્યાન રાજય સરકાર/કેન્દ્ર સરકારશ્રીની વખતો વખતની (SOP) સુચનાઓ/માર્ગદશિકાનું પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other